આતમ જાણું રે નિરુપાધિકપણું,
સ્વભાવિક ગુણ ખાણ....જિણંદજી.
છે અસંખ્યા રે પ્રદેશ નિરાવરણા,
લોકાકાશ પ્રમાણ....જિણંદજી.....નમિ૦ ૨
નિજ પ્રદેશે રે એકેક છે,
ગુણ અનંત નિવાસ......જિણંદજી.
પરમાનંદી રે શિવસુખ સંપન્ન,
નિરામય સુવિલાસ..જિણંદજી.....નમિ૦ ૩
નિર્વિકારી રે નિરાધારી એ,
દ્રવ્યકર્મ વિનિર્મુક્ત......જિણંદજી.
ભાવકર્મથી રે ત્યક્ત નિરંજન,
નોકર્મ હીણો ઉક્ત..જિણંદજી.....નમિ૦ ૪
દર્શન નાણી રે કેવળ ભાવથી,
અરૂપી અવિનાશ.....જિણંદજી.
નિર્વરણી રે નિર્ગ્રંથી નિર્માય,
નિર્લેશ નહિ ફરસ..જિણંદજી.....નમિ૦ ૫
સંયોગી રે ઉપાધિક સવે,
કનક-ઉપલને ન્યાય.....જિણંદજી.
ધ્યાનાનળની રે જ્વાળાએ કરી,
પૃથક્ કર્યે સુખ થાય...જિણંદજી.....નમિ૦ ૬
૧૮૨ ][ શ્રી જિનેન્દ્ર