એહવો ભાસ્યો કે આતમ આપણો,
નમિજિનનાં સુણી વાચ....જિણંદજી.
કીર્તિ વાધી રે દેશ દેશાંતરે,
સેવક કહે જિન સાચ..જિણંદજી...નમિ૦ ૭
❃
શ્રી અનંત જિન – સ્તવન
(દીઠાં લોયણ આજ — રાગ)
ગુણ અનંત અરિહંતના રે, જિનપતિ તેજ અનંત;
સુખ અનંત સહજે દીયે રે, સેવંતાં ભગવંત,
અનંતજી આવો અધિક ઉછાહ; મુજ મનમંદિરમાંહિ...અ૦ ૧
મુખ અનંત જો મુજ હોયે રે, મુખે મુખે જીભ અનંત;
ગુણ અનંતના બોલતાં રે, તોહે ન આવે અંત....અનંત૦ ૨
જ્ઞાન અનંત મુજ દીઓ રે, દરિશણ રિદ્ધિ અનંત;
ભક્ત ભણે તુમ્હથી હજો રે, મુજને શક્તિ અનંત.....અ૦ ૩
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
(રામચંદ્રને બાગ ચંપો મોરી રહ્યોરી — રાગ)
સ્વામી સીમંધરજિણંદ, શમરસ કુંભ ભર્યોરી;
તામેથી લવ એક, દીજે કાજ સરેરી. ૧
નવિ ચાહું ઘૃતપૂર, સાકરપાક ભલોરી;
ચિંતામણિ કામધેનુ, સુધારસ સાખિ ફળોરી. ૨
સ્તવન મંજરી ][ ૧૮૩