રાજ્ય સમા સ્વર્ગભોગ, તે સવિ છાર ગણુંરી;
ઇંદ્ર ચંદ્ર નાગેંદ્ર, દુઃખિયા તેહ ભણુંરી. ૩
સુખિયા તે મુનિરાય, ઉપશમ સાર ભજેરી;
પર-પરિણત-પરિણામ, કારણ જેહ તજેરી. ૪
ઉપશમ રસ તવિ હોય, નિજ શુદ્ધ ધ્યાન ધરેરી;
મિથ્યાત વિષયનો ત્યાગ, જિનવચ અમીય સિંચેરી. ૫
ભક્તવત્સલ ભગવંત, સેવક દુઃખ ટળેરી;
શ્રી જિનરાજ પ્રભુ પાય, સેવા સાચ ફળેરી. ૬
❊
શ્રી શાંતિનાથ જિન – સ્તવન
(ભવિયાં અજીતવીર્ય જિન વંદો – રાગ)
શાંતિજિણંદ શાંતિકર સ્વામી, પામી ગુણ મહિધામી;
નિઃકામી કેવલ આરામી, શિવપરિણતિ પરિણામી રે....
પ્રાણી શાંતિ નમો ગુણખાણી. ૧
અંતરથી પ્રભુ નમન કરીને, શુદ્ધાતમ મન ભાવે,
અમલ આનંદી સુમતિ મનાવે, કલુષિત કુમતિ રિસાવે રે..
પ્રાણી૦ ૨
આતમ જે પરમાતમ પરખે, તે પરમાતમ પરસે;
તેહિ જ પરમાતમતા પામે, પરમાતમને દરસે રે......
પ્રાણી૦ ૩
૧૮૪ ][ શ્રી જિનેન્દ્ર