મુજ આતમ પરમાતમ પરસ્યો, પરમાતમતા વરસે;
લોહ લોહતા મૂકી કંચન, થાયે પારસ ફરસે રે...
પ્રાણી૦ ૪
પરમાતમ થઈ પોતે રમસ્યું નિજપદ જિનપદ રાગે;
શ્રી જિનદાસ શાંતિ જિન આગૈ, પરમાતમતા માગે...
પ્રાણી૦ ૫
❖
શ્રી શીતળ જિન – સ્તવન
(ધર્મ જિનેશ્વર – રાગ)
સહેજે શીતળ શીતળજિન તણી,
શીતળ વાણી રસાળ જિણંદજી;
વદન ચંદ્ર બરાસ અધિક સુણી,
સમજે બાળગોપાળ જિણંદજી....સહેજે૦ ૧
સ્વરૂપ પ્રકાશે રે સંશય નવિ રાખે,
દાખે ભવજળ દોષ જિણંદજી;
રાગાદિક મોષક દૂરે હરે,
કરે સંયમનો રે પોષ જિણંદજી.....સહેજે૦ ૨
સુર-નર-તિરિગણ એકાગ્રથી,
નિસુણે હર્ષ અપાર જિણંદજી;
વૈર વિરોધ ન ભૂખ તૃષા નહીં,
વળી નહીં નિદ્રા લગાર જિણંદજી..સહેજે૦ ૩
સ્તવન મંજરી ][ ૧૮૫