કામિત પૂરણ સુરતરૂ, મૂરત મોહનવેલ;
સાચો જાણી મેં સેવિયો, જિમ ઘન ચાતક મેહ. સુ૦ ૫
કરકમલે જિન કેતકી, ભ્રમર પરે રસ લીન;
ભેદ્યો ચતુર તે આતમા, થઈ રહ્યો તુજ આધીન. સુ૦ ૬
❀
શ્રી શાંતિનાથ – સ્તવન
(અજિત જિણંદશું પ્રીતડી – એ રાગ)
શાંતિજિણેસર વંદના, પૂર્ણાંનંદી હો શાશ્વત સુખસ્થાન.....કે
અપ્રતિહત શાસનધારા, શિરે ધરતા હો તિહુંયણ જન આણ....કે
શાંતિ૦ ૧
નિજ્જશક્તિ પ્રગટી કરી, પરસત્તા હો નિજથી કરી દૂર.....કે
સાદિ અનંત અક્ષયસ્થિતિ, શુદ્ધ લક્ષ્મી હો ભોગી ભરપૂર....કે
શાંતિ૦ ૨
કર્મ્મ તણી એ વર્ગ્ગણા, નાસંતાં હો નિર્મ્મલ નિર્વ્વાણ.....કે
કેવલનાણ દિવાયરૂ, આતમજ્યોતે હો પ્રગટ્યા ગુણખાણ....કે
શાંતિ૦ ૩
મનમંદિર મેળાપથી, મુજ શક્તિ હો તુજ સરખી થાય......કે
સેવક કરે સેવના, સાધ્ય સિદ્ધિ હો સાધક પરખાય......કે
શાંતિ૦ ૪
❋
સ્તવન મંજરી ][ ૧૮૯