શ્રી સુપાર્શ્વનાથ જિન – સ્તવન
(શાંતિ સુરત તમારી જોતાં – રાગ)
આજ હો પરમારથ પાયો,
ગ્યાની ગુરુ અરિહંત બતાયો;
રાગ ને દ્વેષ તણે વસ ના’યો,
પરુમપુરુષ મેં સોહિજ ધ્યાયો. આજ૦ ૧
કરજોડી જો કો ગુણ ગાવે,
કડુએ વચને કોઈ મલ્હાવે;
તું અધિકો ઓછો ન જણાવે,
સમતાસાગર નામ કહાવે. આજ૦ ૨
સાચો સેવક જાણી ન મિળીઓ,
દુરિજન દેખી અલગો ન ટળિઓ;
અકલ પુરુષ જિણ વિધિ ઓળખીઓ,
સહજ સરૂપી તિણવિધ ફળીઓ. આજ૦ ૩
ઝાલી હાથ ન કો તું તારે,
ફેરે કોઈ ન તું સંસારે;
તું કિમ ભાવ કુભાવ વિચારે,
ફળ ઇમ સંગતિ સારાસારે. આજ૦ ૪
એક નજર સહુ કો પર રાખે,
બીજો કુણ પરમેશ્વર પાખે;
૧૯૦ ][ શ્રી જિનેન્દ્ર