શ્રી જિનરાજ જિનાગમ સાખે,
સેવક સુપાસ તણો એમ ભાખે. આજ૦ ૫
✾
શ્રી મહાવીર જિન – સ્તવન
(પ્રભુજી મહેર કરીને આજ કાજ હમારા સારો – રાગ)
આજ મ્હારા પ્રભુજી મહેર કરીને, સેવક સાહમું નિહાળો;
કરુણાસાગર મહેર કરીને, અતિશય સુખ ભૂપાળો;
પ્રભુજી મ્હેર કરો હો રાજ, સેવક કહીને બોલાવો. ૧
ભગતવછલ શરણાગત પંજર, ત્રિભુવનનાથ દયાળો;
મૈત્રીભાવ અનંત વહે અહનિશ, જીવ સયલ પ્રતિપાળો;
પ્રભુજી૦ ૨
ત્રિભુવન દીપક જિપક અરિગણ, અવિઘટ જ્યોતિ પ્રકાશી;
મહાસારથી નિર્યામક કહિયે, અનુભવ રસ સુવિલાસી;
પ્રભુજી૦ ૩
વાદી તમ હર તરણી સરીખા, અનેક બિરૂદના ધારી;
જીત્યા પ્રતિવાદી નિજ મતથી, સકલજ્ઞાયક યશકારી;
પ્રભુજી૦ ૪
યજ્ઞકારક ચઉ વેદના ધારક, જીવાદિ સત્તા ન ધારે,
તે તુજ મુખ દિનકર નિરખણથી, મિથ્યાતિમિર પરજાલે;
પ્રભુજી૦ ૫
સ્તવન મંજરી ][ ૧૯૧