ઇલીકા ભમરી ન્યાયે જિનેસર, આપ સમાન તેં કીધા;
ઇમ અનેક યશ ત્રિશલાનંદન, ત્રિભુવન માંહે પ્રસિધા;
પ્રભુજી૦ ૬
મુજ મન ગિરિકંદરમાં વસીઓ, વીર ચરમ જિનસિંહ;
હવે કુમત માતંગના ગણથી, ત્રિવિધ યોગે મિટિ બીહ;
પ્રભુજી૦ ૭
અતિ મન રાગે શુભ ઉપયોગે, ગાતાં જિન જગદીશ;
શ્રી જિનરાજ ચરણ સેવી લહે, પ્રતિદિન સયલ જગીશ;
પ્રભુજી૦ ૮
❑
શ્રી પાર્શ્વ જિન – સ્તવન
(શાંતિ જિન એક મુજ વિનતિ – રાગ)
પાસ પ્રભુ વંછિત પૂરિયૈ; ચૂરિયૈ કર્મની રાશ રે;
દાસને ફલ સુખ દીજિયૈ, એહવી દાસની આશ રે.
પાસ૦ ૧
અમિત સુખ મોક્ષની પ્રાપ્ત જે, તે સફલી મુઝ આશ રે;
તેહ વિણ આશ સફલી નહીં, એમ કરજોડ કહે દાસ રે.
પાસ૦ ૨
એહવા મોક્ષ સુખ પામવા, હુવે જેહ ઉપાય રે;
તેહ હવે સહજ સુભાવથી, કહો પાસ જિનરાય રે.
પાસ૦ ૩
૧૯૨ ][ શ્રી જિનેન્દ્ર