જ્ઞાન સ્થિરતા થકી મોક્ષની, પ્રાપ્તિની, સિદ્ધિ તૂં જાણ રે;
સ્વમુખ શ્રી જિનવર ઉપદિશી, ઇસી આગમ વાણ રે.
પાસ૦ ૪
એહવું આગમ અનુસરી, ધરે સુમતિ મતિમંત રે;
તે શિવ સુખ પદવી વરે, કરે કર્મનો અંત રે.
પાસ૦ ૫
શ્રી જિનરાજ પ્રભુ આગળે, કરી પ્રશ્ન અરદાસ રે;
ભવ્ય ભણી સુખ આલિવા, કર્યો વચન પ્રકાશ રે.
પાસ૦ ૬
❑ ❖ ❑
શ્રી સીમંધરદેવ જિન – સ્તવન
(દીઠો સુવિધિજીણંદ સમાધિ રસે ભર્યો હો લાલ – રાગ)
શ્રી સીમંધર જિનરાજ કે આશ સફળ કરો રે, કે આશ૦
દાસ તણી અરદાસ સદા દિલમેં ધરો રે, કે સદા૦
બપઈઓ જિમ જલધર વિણ જાચે નહિ રે, કે વિણ૦
તિમ તુમ વિણ હું ઓર ન જાચું એ સહિ રે, કે જાચું૦ ૧
તુમ ઉપર એકતારી કરીને હું રહ્યો રે, કે કરી૦
સાહિબ તું મુજ એક મેં અવર ન સંગ્રહ્યો રે, કે અવ૦
સેવાની પણ ચૂક કદા પડતી નથી રે, કે કદા૦
રિદ્ધિ અનંત ખજાને ખોટ પણ કો નથી રે, કે ખોટ૦ ૨
નીકટ ભવ્યતા અછે પ્રભુ માહરી રે, કે અછે૦
તે જાણું નિરધાર કૃપા લહી તાહરી રે, કે કૃપા૦
સ્તવન મંજરી ][ ૧૯૩
13