જિનવર તુજ વિરહ વિલંબ વિચે કરે રે, કે વિચે૦
સંઘયણાદિક દોષ તણો અંતર ધરે રે, તણો૦ ૩
પણ તે ભાવે કામ એ વાતની વાત છે રે; કે વાત૦
સેવક કિમ હોયે દૂર જે ખાના જાતિ છે રે, કે ખાના૦
ભોળવીયા નવિ જાય કે, જે તુમ્હે શિખવ્યા રે, કે જે૦
પહિલા હીત દેખાડી જેહને હેળવ્યા રે, કે જેહ૦ ૪
તે અલગા કિમ જાય કરુણા કરો નાથજી રે, કે કરુ૦
વંછિત આપી આશ સફળ કરો તેહની રે, કે સ૦
જ્ઞાનાનંદી પ્રભુ ચરણ સેવા નિત દીજીયે રે; કે સેવા૦
સહજે પ્રગટ સ્વભાવ, અધિક હવે કીજીયે રે, કે અ૦ ૫
❋ ❀ ❋
શ્રી અભિનંદન જિન – સ્તવન
(રામચંદ્રને બાગ ચંપો મોરી રયોરી – રાગ)
અભિનંદન જિનરાજ આણી ભાવ સુણોરી,
પ્રણમું તુમચા પાય સેવક કરી આપણોરી;
ભવ ભય સાગર તાર સાહેબ સોહામણોરી,
સુરતરુ જાસ પ્રસન્ન કેમ હોય તે દુમણોરી. ૧
ભક્તવચ્છલ જિનરાજ શ્રમણે જેહ સુણ્યોરી,
તેહશું ધર્મસ્નેહ સહજ સ્વભાવ બન્યોરી;
ઉપશમવંત અથાહ તોહી મોહ હણ્યોરી,
રતિપતિ દુર્ધર જેહ દુશ્મન તેં ન ગણ્યોરી. ૨
૧૯૪ ][ શ્રી જિનેન્દ્ર