અક્ષય લહે ફલ તેહ જેહશું હેજ વહેરી,
દોહગ દુરગતિ દુઃખ દુશ્મન ભીતિ દહેરી;
ભવ ભવ સંચિત પાપ ક્ષણમાં તેહ હરેરી,
એમ મહિમા મહીમાંહિ સર્વથી કેમ કહેરી. ૩
સાયર ભળીઉં બિંદુ હોવે અક્ષય પણેરી,
તેમ વિનતિ સુપ્રમાણ સાહિબ જેહ સુણેરી,
અનુભવ ભવનનિવાસ આપો હેજ ઘણેરી,
જ્ઞાનવિમલ સુપ્રકાશ પ્રભુ ગુણ રાસ થુણેરી. ૪
✾
શ્રી જિનરાજ – સ્તવન
(પંથડો નીહાળું રે બીજા જિનતણો રે – રાગ)
આણા વહીયે રે શ્રી જિનવર તણી રે, જિમ ન પડો સંસાર;
આણા વિણ રે કરણી શત કરે રે, નવિ પામે ભવ પાર.
આ૦ ૧
જીવ રખોપૂ રે સંયમ તપ કરે રે, ઉર્દ્ધતુંડ આકાશ;
શીતલ પાણી રે હેમ અતિ સહે રે, સાધે યોગ અભ્યાસ.
આ૦ ૨
દેવની પૂજા ભગતિ અતિ ઘણી રે, કરતા દીસે વિશેષ;
આણા લોપી નિજ મત સ્થાપના રે, ન લહે આતમ લેશ.
આ૦ ૩
સ્તવન મંજરી ][ ૧૯૫