થાયે જિન દિગંબર મુદ્રાધારી દેવ,
શ્રી સીમંધર પ્રભુજી તપોવનમાં સંચર્યા રે.
વિશ્વ બધું સુરપતિ નાદેથી ગાજ્યું,
એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમોને,
મેવા પ્રભુ શિવતણા અર્પો અમોને.
મંગલ હય ગય રથ નર ધ્વજ ને સ્વસ્તિક;
શોભિત ચંદ્રપ્રભા શિબિકામાં રત્ન સિંહાસને રે વંદો.
મેરુ સમો શિખર અચલિત જે સદાએ;
દેવાધિદેવ તુજ સમો જગમાં ન દીઠો,
રત્નત્રયી શિખરથી પ્રભુ આપ શોભો.
સાધ્યું ધ્યાન ધ્યેય ને ધ્યાતા એકાકાર,
એવા વનવિહારી પ્રભુજી વીતરાગી થયા રે. વંદો૦