Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 213 of 438
PDF/HTML Page 231 of 456

 

background image
સીમંધર અલબેલા સ્વામી, જગ પરમેશ્વર જગહિતકામી;
જ્ઞાન-દર્શન ગુણધામ....પ્રભુને......૪
તુજ દર્શન અમૃતરસ પીધું, ભવોભવનું અમ કારજ સીધું;
અવરશું મુજ ન કામ.....પ્રભુને.......૫
શ્રી જિનેન્દ્રસ્તવન
જિણંદ શાસન રુચિ ગયું તો,
સમકિત સુખડી મળી ગઈ;
મુણીંદ ધ્યાને દિલ થયું તો,
ભવની ભુખડી ગળી ગઈ.
કેવલનાણી ગુણમણી ખાણી,
ભવિપ્રાણી સુખકારી વાણી;
સાંભળી ભવભીતિ ટળી ગઈ......ને ભવની૦
આતમરામી અંતરજામી,
છબી તમારી ભવિ હિતકામી,
દીનતા દેખી ચળી ગઈ......ને ભવની૦
દેવ દુજા મેં સઘળા જોયા,
પણ તુજસુ મેરા મન મોહ્યા;
આતમ મેધા હળી ગઈ.....ને ભવની૦
સ્તવન મંજરી ][ ૨૧૩