અનંતકાળે પ્રભુ આવી મળ્યો, મ્હારા મનનો મનોરથ સકળ ફળ્યો,
પ્રભુ શિવરમણીના છો કામી; ત્હારું નામ રટુ પલપલ સ્વામી. ૨
પ્રભુ મહાવિદેહનો તું વાસી, ત્હારા દર્શને પાપ જાવે નાસી,
અક્ષય ગુણગણ રત્નધામી, ત્હારું નામ રટું પલપલ સ્વામી. ૩
એહ જિનવરનો મહિમા મોટો, જેનો જગમાં જડે ન કદી જોટો,
જેના ધ્યાને કોટી શિવગામી, ત્હારું નામ રટું પલપલ સ્વામી. ૪
મ્હારા મનઘરમાં પ્રભુ આવી રહો, પછી ખામી શાની
વિભુ મ્હારે કહો,
લહે હર્ષ સેવક અંતરજામી, ત્હારું નામ રટું પલપલ સ્વામી. ૫
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
મહાવિદેહના વાસી પ્રભુને પ્રાતઃ પ્રણામ......પ્રભુને૦
શ્રેયાંસનંદન રૂડો દીઠો, લાગે અમીરસથી પણ મીઠો;
અવર અનિઠ તમામ.....પ્રભુને......૧
તુજ મુખડાની માયા લાગી, અંતર આતમની જ્યોત જાગી;
સમરૂં સદા તુજ નામ....પ્રભુને......૨
ઝળહળ જ્યોતિ દીપે તમારી, ભવિ તમ – તિમિરની હરનારી;
અભિનય ભાનુ સ્વામ.....પ્રભુને......૩
૨૧૨ ][ શ્રી જિનેન્દ્ર