વસ્ત્રાભરન બિના તન સોહૈ, બાલકવત અવિકારી,
વિષય અનંત મહાવિષનાશન મંત્રસિખાવનહારી;
નાથકી૦ ૨
યદપિ જ્ઞાન બિન દિખિત જ્ઞાનકો કારન હૈ અનિવારી,
બચન બિના પુનિ જગજીવનકો, દે શિક્ષા હિતકારી;
નાથકી૦ ૩
આગમ અરુ અનુમાન સિદ્ધ યોં, જિનપ્રતિમા ભવતારી,
કૃતકૃત્ય જિનેશ્વરકી છવિ, પૂજો શિવમગચારી....
નાથકી૦ ૪
❑
શ્રી સીમંધર જિન – સ્તવન
દીઠી સીમંધર તણી મૂરતિ અલબેલડી, મૂરતિ અલબેલડી
ઉજ્જ્વલ ભર્યો અવતાર રે......મોક્ષગામી ભવથી ઉગારજો...
શિવગામી ભવથી ઉગારજો.
પગલે પગલે પ્રભુના ગુણો સંભારતાં, ગુણો સંભારતાં
અંતરના વિસરે ઉચાટ રે — મોક્ષગામી૦
આપના દર્શનથી મેં આતમા જગાડિયો આતમા જગાડિયો
જ્ઞાન દીપક પ્રગટાવ રે — મોક્ષગામી૦
સ્તવન મંજરી ][ ૨૧૫