આતમા અનંત પ્રભુ આપે ઉગારિયા, આપે ઉગારિયા;
તારો સેવકને ભવપાર રે — મોક્ષગામી૦
❐
પદ
(રાગ – આશાવરી)
અબધૂ ક્યા માંગુ ગુણ હીના, વે ગુન ગનિ ન પ્રવિના;
અબધૂ૦
ગાય ન જાનું, બજાય ન જાનું, ન જાનું સુરભેવા,
રીઝ ન જાનું, રીઝાય ન જાનું, ન જાનું પદ સેવા;
અબધૂ૦ ૧
વેદ ન જાનું, કિતાબ ન જાનું, જાનું ન લચ્છન છંદા,
તરક વાદ વિવાદ ન જાનું, ન જાનું કવિ ફંદા;
અબધૂ૦ ૨
જાપ ન જાનું, જુવાબ ન જાનું, ન જાનું કવિ બાતા,
ભાવ ન જાનું, ભગતિ ન જાનું, જાનું સીરા તાતા;
અબધૂ૦ ૩
ગ્યાન ન જાનું, વિગ્યાન ન જાનું, ન૧ જાનું ભજ નામા,
આનંદઘન પ્રભુકે દ્વારે, રટન કરું ગુણધામા;
અબધૂ૦ ૪
૧. પાઠાંતર – ન જાનું પદ નામા.
૨૧૬ ][ શ્રી જિનેન્દ્ર