શ્રી મહાવીર – સ્તવન
(રાગ – સોરઠા)
કંચન વરણો નાહ રે, મુને કોઈ મિલાવો....કં૦
અંજન રેખ ન આંખ ન ભાવે, મંજન શિર પડો દાહ રે;
મુને કોઈ૦ ૧
કૌન સેન જાને પર મનકી, વેદન વિરહ અથાહ રે, મુને૦
થર થર ધ્રૂજે દેહડી મારી, જિમ વાનર ભરમાહ રે,
મુનિ૦ ૨
દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દૂહા ગાહા રે, મુને૦
આનંદઘન વાલો બાંહડી ઝાલે, નિશ દિન ધરું ઉમાહા રે;
મુને૦ ૩
❋
શ્રી વીર – સ્તવન
જય જય વીર જિનંદા તુમકો લાખોં પ્રણામ,
તુમકો ક્રોડો પ્રણામ.
જય જય ત્રિશલાનન્દા તુમકો લાખોં પ્રણામ....તુમકો૦
છબિ પરમ દિગમ્બર પ્યારી, મનમોહની મૂરત એ ન્યારી;
તુમ દેખે હોય આનંદા, તુમકો લાખોં પ્રણામ.....તુમકો૦ ૧
તુમ વીતરાગ પ્રભુ હિતકારી, પ્રભુજી લોકાલોક નિહારી,
જય કેવલ જ્યોતિ અમંદા, તુમકો લાખોં પ્રણામ....તુમકો૦ ૨
સ્તવન મંજરી ][ ૨૧૭