હે માતા કૃપા અબ કીજે, અબ પરભાવ સકલ હર લીજે,
‘‘શિવરામ’’ સદા ગુણ ગાતા, તુમકો લાખોં પ્રણામ...તુમકો૦ ૫
✧
શ્રી જિનેન્દ્ર – સ્તવન
(ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયે — રાગ)
મુઝે તુમ વિણ નહિ સ્વામી ચેન પડે,
મુઝે તુમ વિણ નહિ બીજે ક્યાંય ગમે.
(શેર)
તુમહી હો જિનરાજ તારક તુમહી હો કૃપાળજી,
તીન ભુવન કે નાથ સ્વામી અનોપમ તુમ દેદાર હૈ;
મોહે તારો તાતજી ભક્તિ વડે,
મેરા ભાગ્ય હે પ્રભુજી બહુત બડે. મુઝે૦ ૧
સુર અસુર નરનાથ કેરે સ્વામી સેવા તુજ કરે,
પ્રભાવ તેરા અજબ સ્વામી ભાવ રોગ સહુ ટળે;
મુઝને નિરંતર પ્રભુજી શરણે રાખો,
મુજને કેવળ – રત્ન પ્રભુજી આપો. મુઝે૦ ૨
સુરતરુ ચિંતામણિ પ્રભુ કામધેનુ તું મલ્યો,
અતુલ ભાગ્યે પાદ પામી મુજ મનોરથ સબ ફલ્યો;
સ્તવન મંજરી ][ ૨૧૯