મુઝે મોહ રોગ પ્રભુ જલદી ટળે,
ચાહું આતમ રાજ પ્રભુ તુજ વડે. મુઝે૦ ૩
✾
શ્રી સીમંધર જિન – સ્તવન
સીમંધર જિણંદા.....સીમંધર જિણંદા,
તુમ દરિશણ હુયે પરમાણંદા;
અહનિશિ ધ્યાઉં તુમ દીદારા....
મહિર કરીને કરજ્યો પ્યારા....સીમંધર૦ ૧
આપણને કેડે જે વળગા,
કિમ સરે તેહને કરતાં અળગા,
અળગા કીધા પણ રહે વળગા,
મોર પીંછ પરે ન હુએ ઊભગા❋...સીમંધર૦ ૨
તુમ્હ પણ અળગે થયે કિમ સરશે,
ભગતી ભલી આકરષી લેશે;
ગગને ઊડે દૂરે પડાઈ,
દોરી બળે હાથે રહે આઈ......સીમંધર૦ ૩
મુજ મનડું છે ચપળ સ્વભાવે,
તોહે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે;
તું તો સમય સમય બદલાયે,
ઇમ કિમ બેહુ તણો મેળ થાયે.....સીમંધર૦ ૪
❋ ઊભગા = જુદા
૨૨૦ ][ શ્રી જિનેન્દ્ર