Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 223 of 438
PDF/HTML Page 241 of 456

 

background image
ભાણા ખડખડ કુણ ખમે રે,
પૂરો આશ્યાલંબ રે.....પ્રભુ ગુણ ભરિઆ.
મન મંદિર છે માહરું રે,
પ્રભુ! તુઝ વસવા લાગ રે..પ્રભુ સુખ દરિઆ;
માયા કંટક કાઢીઆ રે,
કીધો ક્રોધ-રજ ત્યાગ રે....પ્રભુ ગુણ ભરિઆ.
પ્રગટી સુરુચિ સુવાસના રે,
મૃગમદ મિશ્ર કપૂર રે...પ્રભુ સુખ દરિઆ;
ધૂપ ઘટી ઇંહાં મહમહે રે,
શાસન શ્રદ્ધા પૂર રે....પ્રભુ ગુણ ભરિઆ.
ચારિત્ર શુદ્ધ બિછાવણાં રે,
તકિઆ પંચ-આચાર રે....પ્રભુ સુખ દરિઆ;
ચિંહુ દિશિ દીવા ઝગમગે રે,
જ્ઞાન રતન વિસ્તાર રે....પ્રભુ ગુણ ભરિઆ.
અધ્યાતમ ધજ લહલહે રે,
મણિ તોરણ સુવિવેક રે....પ્રભુ સુખ દરિઆ;
જ્ઞાનપ્રમાણ ઇંહાં ઓરડા રે,
મણિ પેટી નય ટેક રે.....પ્રભુ ગુણ ભરિઆ.
ધ્યાન કુસુમ ઇંહાં પાથરી રે,
સાચી સમતા સેજ રે....પ્રભુ સુખ દરિઆ;
સ્તવન મંજરી ][ ૨૨૩