ભ્રમર સહજ ગુણ કુસુમનો રે,
અમર-મહિત જગનાથ રે....પ્રભુ સુખ દરિઆ;
જો તું મનવાસી થયો રે,
તો હું હુઓ સનાથ રે......પ્રભુ ગુણ ભરિઆ. ૧૩
શ્રી જિનરાજ પ્રભુ તણો રે,
અરજ કરે એમ શિષ્ય રે...પ્રભુ સુખ દરિઆ;
રમજો મુજ મન મંદિરે રે,
પ્રભુ ! માગું હું નિશદિન રે...પ્રભુ ગુણ ભરિઆ. ૧૪
❐
શ્રી જિનેન્દ્ર – સ્તવન
(રાગ – ભારતના ડંકા આલમમેં........)
પ્રભુ નિર્માયી નિષ્કામી છો,
દીન દુઃખી તણા વિશરામી છો;
પ્રભુ અજરામર પદ ગામી છો;
તમે જિનપતિ અંતરજામી છો.....તમે૦
તમે જ્ઞાનાનંદના દરિયા છો,
અનંત અનંત ગુણ ભરિઆ છો;
તમે શિવરમણીના કામી છો, તમે.....૧
તમે જીવ જીવનના રસિયા છો,
સવિ કર્મ કલંકથી ખસિયા છો;
તમે જગપતિ આતમ રામી છો, તમે.....૨
સ્તવન મંજરી ][ ૨૨૫
15