તમે બોધિબીજના દાયક છો,
પ્રભુ જૈન ધર્મના નાયક છો;
તમે ક્ષમા રાણીના સ્વામી છો, તમે......૩
તમે જ્ઞાનદીપક ધરનારા છો,
પ્રભુ મોહ-તિમિર હરનારા છો;
તમે ભોગ રોગના વામી છો, તમે......૪
તમે મુનિપતિ ભવિજન ભ્રાતા છો,
વલી ત્રણ જગતના ત્રાતા છો;
તમે આતમ તેજના ધામી છો, તમે.......૫
એવા પ્રભુ નાથજી મળિયા છો,
મુજ આંગણે સુરતરુ ફલિયા છો;
પદ આતમ દાતા નામી છો, તમે....૬
❋
શ્રી વીર જિન – સ્તવન
(રાગ – નાગરવેલીયો રોપાવ તારા રાજ મહેલોમાં)
જ્યોતિ ભક્તિની જગાવ,
મારા મનમંદિરે;
વ્હાલા વીરજી તું આવ,
મારા મનોમંદિરે.....જ્યોતિ૦ ૧
ભવ તારક જિનજી પ્યારા,
દિવ્ય જ્ઞાન દર્શન ધારા;
૨૨૬ ][ શ્રી જિનેન્દ્ર