દિવ્ય જ્ઞાન પ્રગટાવ,
મારા મનોમંદિરે....જ્યોતિ. ૨
ત્રિશલાનંદન જગ સારા,
તુજ સમ કો છે આધારા;
તારા સુગુણો વસાવ,
મારા મનોમંદિરે.....જ્યોતિ. ૩
સિદ્ધારથ કુળે દીવો,
તુહિ જગ ચિરંજીવો;
જડ જીવન ઉડાવ,
મારા મનોમંદિરે......જ્યોતિ. ૪
નિર્યામક તુહિ સાચો,
પણ ઉતારૂં હું છું કાચો,
જીવન નાવ તરાવ,
મારા મનોમંદિરે.....જ્યોતિ. ૫
તુંહિ શિવ સુંદરીનો ભોગી,
વળી નિજ ગુણ ગણનો યોગી;
આતમ સુખ ચખાવ,
મારા મનોમંદિરે.....જ્યોતિ. ૬
❀
સ્તવન મંજરી ][ ૨૨૭