શ્રી નેમિનાથ જિન – સ્તવન
(રાગ – ધન્ય ધન્ય દેવદેવી નરનાર)
નમિયે નેમિનાથ મહારાજ, નમિયે નેમિનાથ.....
રાગદ્વેષ મોહ રિપુ જીતીને, કીધું આતમ કાજ.
બાલ પણે પશુડાં ઉગારી, ત્યાગી રાજુલનાર;
જઈ ગિરનારે શિવ સુખ લેવા, લીધો સંજમસાર....
નમિયે. ૧
શુક્લ ધ્યાનનું ધ્યાન ધરીને, લીધું કેવલજ્ઞાન;
સમવસરણમાં દેઈ દેશના, કરાવ્યું આત્મભાન.....
નમિયે. ૨
અનંત ગુણે અરિહંત બિરાજે, જયજય મંગલકાર;
સુરનર કિન્નર પ્રભુ ગુણ ગાવે, ઊતરવા ભવપાર...
નમિયે. ૩
ચાર ગતિ સંસારે ભમતાં, દીઠો દેવ દયાળ;
અજરામર પદ લેવા કાજે, ભજિયે થઈ ઉજમાળ...
નમિયે. ૪
ધનધન તે નરનારી જાણો, ધ્યાન ધરે જિનરાજ;
ભક્તિથી સેવક એમ ભાખે, તે લહે શાશ્વત રાજ....
નમિયે. ૫
❑
૨૨૮ ][ શ્રી જિનેન્દ્ર