Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 229 of 438
PDF/HTML Page 247 of 456

 

background image
શ્રી મહાવીરસ્વામીસ્તવન
(ભારતકા ડંકા આલમમેંએ રાગ)
ભવપાર કરી ભવિ ભાવ ધરી,
ભજિયે નિત્ય મહાવીરસ્વામીકો;
જસ ગુણ ગણકા કછુ પાર નહીં,
દેખા નહીં ઐસે નામીકો...ભવ૦
ત્રિશલા સુત મહાવીર નામ બડા,
જપતા જો નહીં ભવકૂપ પડા;
ઇસ પ્રભુજીકી મોહે ધૂન લગી,
પામરતા મોરી જાય ભગી......ભવ૦
સિદ્ધારથ નંદન ફંદ હરો,
નિજ દાસકો ભવજલ પાર કરો;
તુમ નામ રટન દિન રાત કરું,
નિજ દિલમેં ખૂબ આનંદ ધરું......ભવ૦
શ્રી વીર પ્રભુ ઉપસર્ગ સહી,
મનમેં નહીં જિન જરી ભેદ ધરી;
શુદ્ધ દ્વાદશાંગીકા જ્ઞાન દિયા,
દ્રવ્ય ગુણ પર્યાય વિકાશ કિયા.....ભવ૦
ભંગ સાત સ્યાદ્વાદ સાર દિયા,
ભટકે નહીં હૃદયે સ્થાપ લિયા;
સ્તવન મંજરી ][ ૨૨૯