નવતત્ત્વ જ્ઞાન પ્રકાશ કિયા,
તસ દ્વારા સમકિત દાન દિયા......ભવ૦ ૫
ચરણાનુયોગ તસ ભાવ ભરા,
પાયા સો શિવ વધુકોટી વરા;
લેતે શિવ આનંદ નિત્ય નરા,
એ સ્વરૂપ સારમેં સાર ખરા.......ભવ૦ ૬
તુજ સેવક યહ આનંદ ચહે,
મુજ આત્મ કમલ શુભ રેહ લહે;
એ તત્ત્વ સાર દિયો મુજકો,
એ દેતાં વાર નહીં તુજકો....ભવ૦ ૭
❐
શ્રી શાંતિનાથ જિન – સ્તવન
(દેશી – અબોલડાં શાને લીધાં છે)
એક વાર બોલો શાન્તિનાથ,
અબોલડાં શાને લીધાં છે.
એક વાર બોલો સીમંધરનાથ,
અબોલડાં શાને લીધાં છે.
શાન્તિકરણ શ્રી શાન્તિ જિણંદા,
મનમોહન જગસારા.......અબોલડાં૦ ૧
૨૩૦ ][ શ્રી જિનેન્દ્ર