જસ નામે ભય સઘળા ભાગે,
ઘેર ઘેર મંગળમાળા.....અબોલડાં૦ ૨
જેહને દિગ્કુમારી હુલરાવે,
ઇન્દ્રો પણ ગુણ ગાય તારા....અબોલડાં૦ ૩
છએ ખંડના ભોગ તજીને,
દીક્ષા સુંદરી વરનારા.......અબોલડાં૦ ૪
કેવલ કમલા તુમે વરીને,
શિવવધુ સાથે રમનારા.....અબોલડાં૦ ૫
એહને ભજતાં સુખિયા થઈએ,
દુઃખડાં નાવે લગારા.......અબોલડાં૦ ૬
તુજને ભજે તેનો ધન જન્મારો,
અમૃત પદ પામનારા.......અબોલડાં૦ ૭
✾
શ્રી સીમંધર જિન – સ્તવન
(અબોલડાં શાને લીધાં છે – રાગ)
એક વાર બોલો સીમંધરનાથ,
અબોલડાં શાને લીધાં છે.
એક વાર દિવ્યધ્વનિ છોડો,
અબોલડાં શાને લીધાં છે.
સ્તવન મંજરી ][ ૨૩૧