એક વાર બોલો વિદેહીનાથ,
અબોલડાં શાને લીધાં છે......અબોલડાં૦ ૧
જિન પ્રતિમા જિન સરિખા લાગે,
વિરહનાં દુઃખ નાશે......અબોલડાં૦ ૨
સમવસરણ પ્રભુ રૂડું રચાણું,
દેવ દેવી હરખાય......અબોલડાં૦ ૩
શુક્લ ધ્યાન યુક્ત મુદ્રા સોહે છે,
કેવળથી ભરપૂર......અબોલડાં૦ ૪
એક વાર પ્રભુ દિવ્યધ્વની છૂટે જો,
આનંદનો નહિ પાર......અબોલડાં૦ ૫
પંચમ કાળ નહિ ચોથો છે કાળ,
વાણી છૂટે તો રસાળ......અબોલડાં૦ ૬
સેવકના દીલ ખૂશ કરોને,
આનંદ મંગળ વરતાય......અબોલડાં૦ ૭
સદ્ગુરુદેવ મારા વિનતી કરે છે,
વાણી છોડો વીતરાગ......અબોલડાં૦ ૮
હવે પ્રભુજી ઢીલ ન કરો,
પાત્ર બેઠા છે તુજ પાસ......અબોલડાં૦ ૯
૨૩૨ ][ શ્રી જિનેન્દ્ર