હવે પ્રભુજી શું વાટ જુઓ છો,
વાણી છોડો આજ કાલ અબોલડાં૦
બોલો બોલોને વીતરાગ અબોલડાં૦ ૧૦
અનંત રહસ્ય પ્રભુ વાણીએ નિકળે,
સમાધાન સર્વના થાય....અબોલડાં૦ ૧૧
અતિશય વંદન હોજો અમારું,
સીમંધર ભગવાન....અબોલડાં૦ ૧૨
બોલો બોલોને વીતરાગ....અબોલડાં છોડો પ્રભુજી.....
એક વાર બોલો સીમંધરનાથ અબોલડાં છોડો પ્રભુજી૦ ૧૩
❃
શ્રી સીમંધર જિન – સ્તવન
હાંરે આજ મલિઓ મુજને તીન ભુવનનો નાથ જો,
ઉદયો સુખ-સુરતરુ મુજ ઘટ ઘર આંગણે રે જો;
હાંરે આજ અષ્ટ મહા સિદ્ધિ આવી મહારે હાથ જો,
નાઠા માઠા દહાડા દરિસણ પ્રભુ તણે રે જો. ૧
હાંરે મ્હારે હિયડે ઉલસી ઉલ્લસિત રસની રાશિ જો,
નેહ સલુણી નજર નિહાળી તાહરી રે જો;
હાંરે હું તો જાણું નિશદિન બેસી રહું તુજ પાસ જો,
તારે નેહે ભેદી મીજી માહરી રે જો. ૨
હાંરે મ્હારી પૂગી પૂરણ રીતે મનની હોંશ જો,
દુરજનિયા તે દુઃખ ભરી આવટસ્યે પડ્યા રે જો;
સ્તવન મંજરી ][ ૨૩૩