હાંરે પ્રભુ તું તો સુરતરુ બીજા જાણ્યા તૂસ જો,
તુજ ગુણ હીરો મુજ હિયડા ઘાટે જડ્યો રે જો. ૩
હાંરે પ્રભુ તુજસ્યું મ્હારે ચોળ મજીઠો રંગ જો,
લાગ્યો એહવો તે છે કુણ ટાળી શકે રે જો;
હાંરે પ્રભુ પલટે તે તો કાચો રંગ પતંગ જો,
લાગ ન લાગેરે દુરજનનો કો મુજ થકે રે જો. ૪
હાંરે પ્રભુ તાહરી મુદ્રા સાચી મોહન વેલજો,
મોહ્યા તીન ભુવનજન દાસ થઈ રહ્યા રે જો;
હાંરે પ્રભુ જે નવિ રંજ્યા તે સુરતરુને ઠેલી જો,
દુઃખ વિષ વેલિ આદર કરવા ઉમહ્યારે જો. ૫
હાંરે પ્રભુ તાહરી ભક્તિ ભીનું માહરું ચિત્ત જો,
તલ જિમ તેલે તેલે જેમ સુવાસના રે જો;
હાંરે પ્રભુ તાહરી દીઠી જગમેં મોટી રીત જો,
સુફલ ફલ્યાં અરદાસ વચન મુજ દાસનાં રે જો. ૬
હાંરે મ્હારે પ્રથમ પ્રભુજી પૂરણ ગુણનો ઈસ જો,
ગાતાં સીમંધર જિનજી હું સે મનતણી રે જો. ૭
❋
શ્રી નેમિ જિનેશ્વર – સ્તવન
(ઓધવજી સંદેશો કહેજો શ્યામને — એ દેશી)
પ્રીતલડી બંધાણી રે નેમ જિણંદશું,
પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો;
૨૩૪ ][ શ્રી જિનેન્દ્ર