Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 235 of 438
PDF/HTML Page 253 of 456

 

background image
ધ્યાનની તાલી રે લાગી નેહશું,
જલદ-ઘટા જિમ +શિવસુતવાહન દાય જો. પ્રીત૦
નેહ ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે,
તન મન ધન એ કારણથી પ્રભુ મુઝ જો;
મ્હારે તો આધાર રે સાહિબ રાવલો,
અંતરગતની પ્રભુ આગળ કહું ગુજ્ઝ જો. પ્રીત૦
સાહેબ તે સાચો રે જગમાં જાણીએ,
સેવકનાં જે સહેજે સુધારે કાજ જો;
એહવે રે આચરણે કેમ કરી રહું,
બિરૂદ તુમારું તારણ તરણ જહાજ જો. પ્રીત૦
તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી,
તે ભણી હું આવ્યો છું દીનદયાળ જો;
તુજ કરુણાની લ્હેરે રે મુજ કારજ સરે,
શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો. પ્રીત૦
કરુણાધિક કીધી રે સેવક ઉપરે,
ભવ-ભય-ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો;
મન વંછિત ફળીયાં રે જિન આલંબને,
કર જોડીને ભક્ત કહે મન રંગ જો. પ્રીત૦
જલદ = મેઘ; + શિવસુતવાહન = મયૂર
સ્તવન મંજરી ][ ૨૩૫