Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 236 of 438
PDF/HTML Page 254 of 456

 

background image
શ્રી સીમંધર જિનસ્તવન
(આવેલ આશા ભર્યારાગ)
પ્રભુની વાણી જોર રસાળ, મનડું સાંભળવા તલસે,
સજલ જલદ જિમ ગાજતો, જાણું વરસે અમૃતધાર; મન૦
સાંભળતાં લાગે નહિ, ખીણ ભૂખને તરસ લગાર. મન૦
તિર્યંચ મનુષ ને દેવતા સહુ, સમજે નિજ નિજ વાણ;
જોજન ખેત્રે વિસ્તરે, નય ઉપનય રતનની ખાણ. મન૦
બેસે હરિ મૃગ એકઠાં, ઉંદર માંજારનાં બાળ; મન૦
મોહ્યા પ્રભુની વાણીયે, કો ન કરે એહની આળ. મન૦
સહસ વરસ જો નીગમે, તોહે તૃપ્તિ ન પામે મન્ન; મન૦
સાતાયે સહુ જીવનાં, રોમાંચિત હુવે તન્ન. મન૦
વાણી સીમંધરજિણંદની, શિવરમણીની દાતાર; મન૦
વીતરાગી જિણંદજીનો, પ્રભુ હોજો જય જયકાર. મન૦
શ્રી સીમંધર જિનસ્તવન
હાંરે મુજ પ્રાણાધાર તું સીમંધર જિનરાય જો,
મળિયો ભાગ્યે હું હળિયો પ્રીત પ્રસંગથી રે લો;
હાંરે મુજ સુંદર લાગી માયા તાહરી જોર જો,
અલગો રે ન રહું હું પ્રભુ તુજ સંગથી રે લો.
૨૩૬ ][ શ્રી જિનેન્દ્ર