હાંરે માનું અમીય કચોળાં ઉપશમ રસ તુજ નેન જો,
મનોહર રે પ્રસન્ન વદન પ્રભુ તાહરું રે લો;
હાંરે પ્રભુ કોઈની નહિ તીન ભુવને તુજ સમ મૂરતિ જો,
એહવી સુરતિ દેખી ઉલસ્યું મન માહરું રે લો. ૨
હાંરે પ્રભુ અંતર પડદો ખોલી કીજે વાત જો,
કરુણ નજરથી તુજ સેવકને બોલાવીએ રે લો;
હાંરે પ્રભુ અમીરસ છાંટા છાંટીને એકવાર જો,
સેવકના ચિત્તમાંહિ આણંદ ઉપજાવીએ રે લો. ૩
હાંરે પ્રભુ કરુણાસાગર દીનદયાળ કૃપાળ જો,
મહેર ધરી મુજ અંતરમાં આવી વસો રે લો;
હાંરે પ્રભુ નિજ બાલક પરે મુજ લેખવજો જિણંદ જો,
ચરણની સેવા દેજો સેવક જાણીને રે લો. ૪
હાંરે પ્રભુ સમતા રસ ભરપૂર દીસે દેદાર જો,
જ્ઞાન પ્રબળતાથી દીસે મુખ ચંદ્રમા રે લો;
હાંરે પ્રભુ જિનપ્રતિમા તે જિનવર સરીખા જોય જો,
ઉપશમ જિન મૂરતિ રે મુજ દિલમાં વસી રે લો. ૫
◆
શ્રી સીમંધર જિન – સ્તવન
(આવેલ આશા ભર્યા – રાગ)
અનુપમ સીમંધર શ્યામનો રે, પાયો મેં દીદાર;
સાહિબ મનમાં વસ્યો.
સ્તવન મંજરી ][ ૨૩૭