Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 238 of 438
PDF/HTML Page 256 of 456

 

background image
ચંદ્ર જિસ્યો મુખ ઊજળો રે, ઉજ્વળ ગુણ નહિ પાર;
સાહિબ૦
જગજનનાં દિલ રીઝવે રે, તારે આણી હેત; સાહિબ૦
કો કહેશે વીતરાગને રે, રાગ તણાં એ હેત; સાહિબ૦
તે તો તત્ત્વમતિ નહિ રે, ફોગટ પાવે ખેદ; સાહિબ૦
ગિરૂઆ સહજે ગુણ કરે રે, તે નવી જાણે ભેદ; સાહિબ૦
તાપ હરે જિમ ચંદ્રમા રે, સીત હરે જિમ સૂર; સાહિબ૦
ચિંતામણી દારિદ્ર હરે રે, આપે વાસ કપૂર; સાહિબ૦
તિમ પ્રભુનો ગુણ સહજનો રે, જાણે જે ગુણ ગેહ; સાહિબ૦
જિન પ્રભુ આદિ જ્ઞાનીનો રે, સેવક ભાવે ધરે નેહ, સાહિબ૦
શ્રી શાંતિ જિનસ્તવન
(ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું...)
શાંતિ જિણેસર મુજને તુમ્યે મિલ્યા,
જેહમાંહિં સુખકંદ વાલ્હેસર;
તે કળિયુગ અમ્હે ગિરૂઓ લેખવું,
નવિ બીજા યુગ વૃંદ...વાલ્હેસર૦ શાંતિ૦
આરો સારો રે મુજ પાંચમો,
જિહાં તુમ દરિશણ દીઠ; વાલ્હેસર૦
મરુભૂમિ પણ થિતિ સુરતરુ તણી,
મેરુ થકી હુઈ ઇષ્ટ, વાલ્હેસર૦ શાંતિ૦
૨૩૮ ][ શ્રી જિનેન્દ્ર