પંચમ આરે રે તુમ્હ મેલાવડે,
રૂડો રાખ્યો રે રંગ; વાલ્હેસર૦
ચોથા આરો રે ફિરિ આવ્યો ગણું,
તુજ સેવક કહે ચંગ. વાલ્હેસર૦ શાંતિ૦ ૩
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
હાંરે પ્રભુ સીમંધરસ્વામી દીઠા શ્રી જગનાથજો;
લાગી રે તુજથી દ્રઢ ધર્મની પ્રીતડી રે લો;
હાંરે પ્રભુ સરસ સુકોમળ સુરતરુ દીધી બાથજો,
જાણ્યું રે મેં ભૂખે લીધી સુખડી રે લો.....હાંરે૦ ૧
હાંરે પ્રભુ સકલ ગુણે કરી ગિરૂઓ તુંહી જ એકજો,
દીઠોરે મન મીઠો ઈઠો રાજીઓ રે લો;
હાંરે પ્રભુ તુજશું મિલતાં સાચો મુજશું વિવેકજો,
હું તો રે ધણીઆતો થઈને ગાજીઓ રે લો....હાંરે૦ ૨
હાંરે પ્રભુ નહિ છે માહરે હવે કેહની૧ પરવાહજો,
જોતાંરે સાહી૨ મુજ હેજે૩ બાંહડીરે૪ લો;
હાંરે પ્રભુ તુજ પાસેથી અળગો ન રહું નાથજો,
દોડેરે કુણ તાવડ૫ છાંડિ છાંહડિ રે૬ લો.....હાંરે૦ ૩
હાંરે પ્રભુ ભાગ્યે લહીયેં તુજ સરીખાનો સંગજો,
આણેરે જમવારે ફિરિફિરિ દોહિલોરે લો;
૧ કોઈની. ૨ પકડી. ૩ હેતે. ૪ હાથ. ૫ તડકો. ૬ છાંયડો.
સ્તવન મંજરી ][ ૨૩૯