હાંરે પ્રભુ જોતાં મનોહર ચિંતામણીનો નંગજો,
જોતાં રે કિમ નહી જગમાં સોહિલોરે લો....હાંરે૦ ૪
હાંરે પ્રભુ ઉતારો મત ચિતડાથી નિજ દાસજો,
ચિંતારે ચૂરંતાં પ્રભુ ન કરો૧ ગઈ રે લો;
હાંરે પ્રભુ પ્રેમ વધારણ સેવક તણી અરદાસજો,
ગણતાંરે પોતાનો સવિ લેખે થઈ રે લો....હારે૦ ૫
❑
શ્રી સીમંધર જિન – સ્તવન
(પ્રભુજી મહેર કરીને આજ કાજ હમારા સારો – રાગ)
સીમંધર જિનજી ધર્મ ધુરંધર, પૂરવ પુણ્યે મિલિઓ;
મન મરૂથલમેં સુરતરૂ ફળિઓ, આજ થકી દિન વળીઓ....
પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારો;
સાહિબ ગુણનિધિ ગરીબનિવાજ, ભવ દવ પાર ઉતારો. ૧
બહુ ગુણવંતા જેહ તેં તાર્યા, તે નહિ પાડ તુમારો,
મુજ સરીખો પામર જો તારો, તો તુમચિ બલિહારો. પ્ર૦ ૨
હું નિર્ગુણ પણ તાહરી સંગતિ, ગુણ લહું તેહ ઘટ માન;
નિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્ર૦ ૩
નિર્ગુણ જાણી છેહ મા દેશો, જોવો આપ વિચારી,
ચંદ્ર કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી. પ્ર૦ ૪
૧. વિલંબ
૨૪૦ ][ શ્રી જિનેન્દ્ર