સત્યવતી નંદન સત્યદાયક, નાયક જિનપદવીનો;
પાયક જાસ સુરાસુર કિંનર, ઘાયક મોહ રિપુનો. પ્ર૦ ૫
તારક તુમ્હ સમ અવર ન દીઠો, લાયક નાથ હમારો;
શ્રી જિનરાજ ચરણને સેવી, હુવે ભવ જલ તારો. પ્ર૦ ૬
❉
શ્રી સીમંધર જિન – સ્તવન
(આવેલ આશા ભર્યા — રાગ)
તારક બિરૂદ સુણી કરી, હું આવી ઊભો દરબાર.....
શ્રી સીમંધર સાહિબા.
પ્રભુ ઘણી તાણ ન કીજીએ, મુજ ઉતારો ભવ પાર...
શ્રી સીમંધર ૧
કાળાદિક દૂષણ દાખતાં, દાતારપણું કિમ થાય; શ્રી૦
જો વિણ અવલંબન તારીએ, તો જગ સઘળો જશ ગાય..
શ્રી સીમંધર ૨
બાળકને સમજાવવા પ્રભુ કહેશો ભોળામણી વાત; શ્રી૦
પણ હઠ કીધી મૂકીશ નહિ, વિણ તારે ત્રિભુવન તાત...
શ્રી સીમંધર૦ ૩
જો મન તારણનું અછે, તો ઢીલ તણું શું કામ, શ્રી૦
ચાતક નિરમુખ દૂખણે, થઈ મેઘ ઘટા જગ શ્યામ.....
શ્રી સીમંધર૦ ૪
સ્તવન મંજરી ][ ૨૪૧
16