તુજ દરશણથી તાહરો, હું કહેવાણો જગ માંહે; શ્રી૦
હવે મુજ કુણ લોપી શકે, બળિયાની ઝાલી બાંહે...
શ્રી સીમંધર ૫
પાંચશે ધનુષ તનુ શોભતું, વૃષભ લંછન જગદીશ; શ્રી૦
હરખ ધરીને વિનવું, પ્રભુ તુમ ચરણનો શીષ...
શ્રી સીમંધર ૬
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(ૠષભજિણંદ શું પ્રીતડી – રાગ)
સીમંધર જિન સાહિબા,
વિનતડી હો મારી અવધાર કે,
સાર કરો હવે માહરી,
ચિત્ત ચોખે હે કરુણ હૃદયે નિહાલ રે.....સીમંધર૦ ૧
સહુ સ્વારથીઓ જગ અછે,
વિણ સ્વારથ હે દુઃખનો કોણ જાણ કે;
તું વિણ બીજો કો નહીં,
પરમારથ હે પદનો અહિઠાણ કે.....સીમંધર૦ ૨
તું ગાજે શીર ગાજતે,
આશા પરની હે કરવી શું કામ કે;
છાંયડી બાવલ કો લીએ,
સુખદાયક હે છાંહ સુરતરૂ પામી કે.....સીમંધર૦ ૩
૨૪૨ ][ શ્રી જિનેન્દ્ર