મીઠી જુઠી વાતની,
સંકલના હે નવિ જાણે બાલ કે;
બોલ અમોલ કરે પિતા,
જગમાંહી હે તું લીલ ભૂપાલ કે.....સીમંધર૦ ૪
સ્વરૂપ નિર્મળ વધારસ્યો,
સેવકને હે તું વાછ્યું દેઈ દાન કે;
ભક્તિવશે કહે બાલ એ,
ભક્તવચ્છલ હે બિરૂદ સુણ્યો કાન રે.....સીમંધર૦ ૫
❐
શ્રી સીમંધરનાથ – સ્તવન
હાંરે મ્હારે સીમંધર જિનશું લાગી પૂરણ પ્રીત જો,
સાહિબજીની સેવા ભવદુઃખ ભાંજશેરે લોલ;
હાંરે જિન પ્રતિમા જિનવર સરખી દિલમાં જોય જો,
ભક્તિ કરતાં પ્રભુજી ખૂબ નિવાજશેરે લોલ. ૧
હાંરે જેને જોતાં લાધ્યો રત્ન ચિંતામણિ હાથ જો,
તેહને રે મૂકીને કુણ ગ્રહે કાચનેરે લોલ;
હાંરે જેને હૈડે લાગી પ્રભુજી શું રઢજો,
તેહને મન બીજાનો સંગ નવી ગમે રે લોલ. ૨
હાંરે જે પામ્યા પરિમલ પ્રીતે અમૃતપાન જો,
ખારૂં જલ તે પીવા કહો કુણ મન કરે રે લોલ;
સ્તવન મંજરી ][ ૨૪૩