હાંરે જે ઘરમાં બેઠા પામ્યા લખમી જોર જો,
ધનને કાજે દેશ દેશાંતર કોણ ફરે રે લોલ. ૩
હાંરે જેણે સેવ્યા પૂરણ ચિત્તે અરિહંત દેવ જો,
તેહનારે મનમાંહે કેમ બીજા ગમે રે લોલ;
હાંરે એ તો દોષ રહિત નિષ્કલંકી ગુણ ભંડાર જો,
મનડું રે અમારૂં પ્રભુ સાથે રમે રે લોલ. ૪
હાંરે મુને મલિયા પૂર્ણ ભાગ્યે સીમંધરનાથ જો,
દેખીને હું હરખ્યો તન મન રંજિયોરે લોલ;
હાંરે એ તો દોલતદાયી પ્રભુજીનો દેદાર જો,
મેં તો જોતાં પ્રભુને કર્મદલ ગંજીયો રે લોલ. ૫
❐
શ્રી સીમંધરદેવ – સ્તવન
શ્રી સીમંધર સ્વામીજીને, કરૂં રે પ્રણામ;
મૂરતિ સુરતિ નિરખી હરખ્યો, માહરો આતમરામ...
મારા સુખના હો ઠામ, મીઠી આંખે દેખત મોરી ભાવઠ ગઈ. ૧
અચરજ તારી વાર્તામાં, થયો રે કરાર;
મૂઢ પણે વિસારી મૂકી, નવિ કીધો નિરધાર....મારા૦ ૨
અવગુણ મુજમાં છે ઘણા, પણ સાહેબ ન આણો મન;
લોક કલંકી થાપિઓ, પણ શશી હર રાખ્યો તન....મારા૦ ૩
ભવમાં ભમતાં જોઈઓ, મેં તુમ્હ સરીખો દેવ,
દીઠો નહિ તેણે કારણે મેં, નિશ્ચે કરવી સેવ.....મારા૦ ૪
૨૪૪ ][ શ્રી જિનેન્દ્ર