શ્રી સીમંધર જિન – સ્તવન
(ૠષભ જિણંદશું પ્રીતડી – એ દેશી)
શ્રી સીમંધર સાહિબા,
સુણો સંપ્રતિ હો ભરતક્ષેત્રની વાત કે;
અરિહા કેવલી કો નહિ,
કેને કહિયે હો મનના અવદાત કે.....શ્રી સીમંધર૦ ૧
ઝાઝું કહેતાં જુગતું નહિ,
તુમ સોહે હો જગ કેવલનાણ કે;
ભૂખ્યાં ભોજન માગતાં,
આપે ઉલટ હો અવસરના જાણ કે.....શ્રી સીમંધર૦ ૨
કહેશ્યો તુમ જુગતા નહિ,
જુગતાને હો વળી તારે સાંઈ કે;
યોગ્ય જનનું કહેવું કિશ્યું,
અલ્પશક્તિવંતને હો તારો ગ્રહી બાંહી કે.....શ્રી સીમંધર૦ ૩
થોડું હી અવસરે આપીએ,
ઘણાની હો પ્રભુ છે પછી વાત કે;
પગલે પગલે પાર પામીયે,
પછી લહીયે હો સઘળા અવદાત કે.....શ્રી સીમંધર૦ ૪
મોડું વહેલું તમે આપશો,
બીજાનો હો હું ન કરું સંગ કે;
૨૪૬ ][ શ્રી જિનેન્દ્ર