શ્રી સીમંધરપ્રભુ શિષ્યનો,
રાખીજે હો પ્રભુ અવિચલ રંગ કે.....શ્રી સીમંધર૦ ૫
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુઝ – એ દેશી)
સાચો હો પ્રભુ સાચો તું વીતરાગ,
જાણ્યો હો પ્રભુ જાણ્યો મેં નિશ્ચે કરીજી;
કાચો હો પ્રભુ કાચો મોહ જંજાળ,
છાંડી હો પ્રભુ છાંડી તેં સમતા ધરીજી. ૧
સેવે હો પ્રભુ સેવે દેવની કોડી,
જોડી હો પ્રભુ જોડી નિજ કર આગલેજી;
દેવે હોં પ્રભુ દેવે ઇંદ્રની નાર,
દ્રષ્ટિ હો પ્રભુ દ્રષ્ટિ તુઝ ગુણ રાગલેજી. ૨
ગાવે હો પ્રભુ ગાવે કિન્નરી ગીત,
ઝીણે હો પ્રભુ ઝીણે રાગે રસ ભરીજી;
બોલે હો પ્રભુ બોલે ખગ યશવાદ,
ભાવે હો પ્રભુ ભાવે મુનિ ધ્યાને ધરીજી. ૩
સોહે હો પ્રભુ સોહે અતિશય રૂપ,
બેસે હો પ્રભુ બેસે કનક સિંહાસનેજી;
ગાજે હો પ્રભુ ગાજે મધુરો નાદ,
રાજે હો પ્રભુ રાજે સંઘ તુઝ શાસનેજી. ૪
સ્તવન મંજરી ][ ૨૪૭