તું તો હો પ્રભુ તું તો તાહરે રૂપ,
ભુંજે હો પ્રભુ ભુંજે સંપદ આપણીજી;
નાઠી હો પ્રભુ નાઠી કર્મ તતિ દૂર,
ઉઠી હો પ્રભુ ઉઠી તુઝથી પાપણીજી. ૫
જોવો હો પ્રભુ જોવો મુઝ એક વાર,
સ્વામી હો પ્રભુ સ્વામી સીમંધર ધણીજી;
વૃદ્ધિ હો પ્રભુ વૃદ્ધિ જ્ઞાનાદિ અપાર,
પામે હો પ્રભુ પામે શિવ લક્ષ્મી ધણીજી. ૬
❐
શ્રી અનંતનાથ જિન – સ્તવન
(ૠષભ જિણંદસું પ્રીતડી – એ દેશી)
અનંત જિણંદસું પ્રીતડી,
નીકી લાગી હો અમૃતરસ જેમ,
અવર સરાગી દેવની,
વિષ સરીખી હો સેવા કરું કેમ.....અ૦ ૧
જિમ પદમિની મન પિઉ વસે,
નિરધનીયા હો મન ધનકી પ્રીત;
મધુકર કેતકી મન વસે,
જિમ સાજન હો વિરહીજન ચિત્ત.....અ૦ ૨
કરષણી મેઘ આષાઢ જ્યું,
નિજ વાછડ હો સુરભિ જિમ પ્રેમ;
૨૪૮ ][ શ્રી જિનેન્દ્ર