સાહિબ અનંત જિણંદસું,
મુઝ લાગી હો ભક્તિ મન તેમ.....અ૦ ૩
પ્રીતિ અનાદિની દુઃખ ભરી,
મેં કીધી હો પર પુદ્ગલ સંગ;
જગત ભમ્યો તિણ પ્રીતસું,
સ્વાંગ ધારી હો નાચ્યો નવનવ રંગ.....અ૦ ૪
જિસકો અપના જાનીયા,
તિન દીધા હો છીનમેં અતિ છેહ;
પરજન કેરી પ્રીતડી,
મેં દેખી હો અંતે નિઃસનેહ.....અ૦ ૫
મેરા કોઈ ન જગતમેં,
તુમ છોડી હો જિનવર જગદીશ;
પ્રીત કરૂં અબ કોનસું,
તું ત્રાતા હો મોહે વિસવાવીસ.....અ૦ ૬
આતમરામ તું માહરો,
સિરસેહરો હો હૈયડાનો હાર;
દીનદયાલ કૃપા કરો,
મુઝ વેગે હો અબ પાર ઉતાર.....અ૦ ૭
❐
સ્તવન મંજરી ][ ૨૪૯