ચરણકમળ એ પ્રભુ તણાં, સેવંતાં નિશદીસ; ભવિ૦
જ્ઞાનાનંદ તણી સંપદા, પામીયે વિસવાવીશ.....
પ્રભુ૦ પ્રણમું૦ ૭
❐
શ્રી પદ્મ જિન – સ્તવન
(રાજુલ કહે છે નાથ બોલ્યા પાળજો રે – રાગ)
પદ્મ જિનેશ્વર વિનતી, મુજ મનનીજી;
વિનતી કરું વારંવાર, સુણો ભવભવનીજી. ૧
ઘણા પુણ્યે તુમ્હ પામીયો, સુખદાતાજી;
મુખ પંકજ દીદાર, થઈ મન શાતાજી. ૨
મેં નિશ્ચય સેતી તું ધર્યો ચિત્ત હરખેજી;
નાણુ લઈ જેમ કોઈ ખરો, નિજ પરખેજી. ૩
કંચન કસોટી ચાટતાં ખરૂં ખોટુંજી;
તિમ તુંહી જ મુજ સ્વામી, મહાતમ મોટુંજી. ૪
પ્રેમ ધરીને નીરખીયો, સુણ સ્વામીજી;
મીઠી મહેર કરી રે, નવનિધિ પામીજી. ૫
❐
શ્રી સીમંધર જિન – સ્તવન
(ધરમ પરમ અરનાથનો – રાગ)
સીમંધર થાસું વિનવું, વિનતિ અવધારોજી;
સેવક હું છું તાહરો, મને પાર ઉતારોજી.
સીમંધર૦ ૧
૨૫૪ ][ શ્રી જિનેન્દ્ર