ધન્ય વિદેહનાં માનવી, નિત્ય દર્શન કરતાંજી;
પાય તુમારા સેવીને, શીવરમણી વરતાજી,
સીમંધર૦ ૨
કોટી દેવ જઘન્યથી, પ્રભુ પાસે ઠાવેજી,
એક ત્યાંથી અહીં આવતાં, દાસ દર્શન પાવેજી.
સીમંધર૦ ૩
તિહાં તો આરો સુખમો, ઇહાં દુખમો આરોજી,
પ્રભુ ચરણના રાગથી, મને લાગે એ સારોજી.
સીમંધર૦ ૪
ભરતે ક્લેશ વધી પડ્યો, વાદ સમય સ્થપાયોજી;
ભુંડી હુંડાએ દાખવ્યું સ્વેચ્છાચારી પૂજાયોજી.
સીમંધર૦ ૫
પ્રભુ રાગે હું બચી ગયો, મેં એ ફંદ નસાયોજી;
તુજ કૃપાએ આ ચિત્તમાં, આગમસાર વસાયોજી.
સીમંધર૦ ૬
જ્ઞાન ચારિત્ર મારૂં પ્રભુ, રહે સ્થિર એમ કિજોજી;
લોક હેરીમાં હું ના પડું, વરદાન એ દીજોજી.
સીમંધર૦ ૭
આવતા ભવે પ્રભુ પાદની, સેવા વ્રતયુત દીજોજી;
યથાખ્યાત મુજ આપીને, સાથે મોક્ષમાં લીજોજી.
સીમંધર૦ ૮
સ્તવન મંજરી ][ ૨૫૫