તેહવા હો પ્રભુ તેહવા દીઠા આજ,
જેહવા હો પ્રભુ જેહવા કાને સાંભળ્યાજી. ૪
માહરી હો પ્રભુ માહરી પૂગી આશ,
તાહરી હો પ્રભુ તાહરી કરુણા હુઈ હવેજી;
જિનજી હો પ્રભુ જિનજી તારો દાસ,
વિનવું હો પ્રભુ વિનવું હું ભાવે કરીજી. ૫
❐
શ્રી જિનેન્દ્ર – સ્તવન
(જિનવર પૂજો – રાગ)
જગલોચન જબ ઉગીઓ રે, પસર્યો પુહવિ પ્રકાશ;
ગુણરા લાયક.
અનુભવ એ મુજ વાતનો રે, ઉદય હુઓ ઉજાસ; ગુણ૦
ઊગ્યો ઊગ્યો રે, જિનવર ઊગ્યો, હાંરે પ્રભુ ઊગ્યો મહાપ્રભાત;
ગુણરા લાયક. ૧
ભજન થકી ભવ ભયહરૂ રે, દરિસણથી દૂર દુઃખ; ગુણ૦
પઈવ કપૂરની વાસતે રે, પામે મહા સુર સુખ. ગુણ૦ ૨
અવિહડ એહને કારણે રે, ધરે ધરમશું ધ્યાન; ગુણ૦
ચિત્ત વિત્ત પાત્ર સંજોગશું રે, પ્રગટે બહુરિદ્ધિ દાન. ગુણ૦ ૩
સ્વરૂપ વધારણ સાહિબો રે, કામિતકામનો ધામ; ગુણ૦
જલધર જલ વરસે સદા રે, ન જોવે ઠામ કુઠામ. ગુણ૦ ૪
સ્તવન મંજરી ][ ૨૫૭
17