પશ્ચિમ ઇંદુ રવિ પૂરવે રે, જગત નમે જસ પાય; ગુણ૦
ચિત્ત વિત્ત પાત્રને કારણે રે, પામું આતમ લાભ. ગુણ૦ ૫
❐
શ્રી ચંદ્રપ્રભ જિન – સ્તવન
હાંરે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભુ જગનાહજો.
દીઠો મીઠો ઇચ્છો જિનવર આઠમો રે લો; હાંરે૦
હાંરે પ્રભુ મનડાનો માનીતો પ્રાણ આધાર જો,
જગ સુખદાયક જંગમસુર સાખી સમો રે લો; હાંરે૦ ૧
હાંરે પ્રભુ શુદ્ધ આશય ઉદયાચળ સમકિત સૂર જો,
વિમલદશા પૂરવ દિશે ઊગ્યો દીપતો રે લો; હાંરે૦ ૨
હાંરે પ્રભુ સદ્હણા અનુમોદ પરિમલ પૂર જો,
પરછાયો મન માનસસર અનુભવ વાયરે રે લો; હાંરે૦ ૩
હાંરે પ્રભુ ચેતન ચકવા ઉપશમ સરવર નીર જો,
શુભમતિ ચકવી સંગે રંગ રમલ કરે રે લો. હાંરે૦ ૪
હાંરે પ્રભુ જ્ઞાનપ્રકાશે નયણલાં મુજ દોય જો,
જાણે રે ખટદ્રવ્ય સ્વભાવે ચૈતન્યપ્રભુ રે લો; હાંરે૦ ૫
હાંરે પ્રભુ જડ ચેતન ભિન્નાભિન્ન નિત્યાનિત્ય જો;
રૂપી અરૂપી આદિ સ્વરૂપ જ્ઞાયકપણે રે લો; હાંરે૦ ૬
હાંરે પ્રભુ લખગુણદાયક લખમણા રાણી નંદ જો,
ચરણ સરોરૂહ સેવા મેવા સારીખી રે લો, હાંરે૦ ૭
❐
૨૫૮ ][ શ્રી જિનેન્દ્ર