શ્રી નેમિનાથ જિન – સ્તવન
(સ્વામી સુજાત સુહાયા – રાગ)
નેમિ જિણેસર મુજ પરમેસર, અલવેસર ઉપગારી રે;
સુણ સાહિબા સાચા.
જગજીવન જિનરાજ જયંકર, મુજને તુજ સુરતિ પ્યારી રે.
સુણ સાહિબા સાચા૦ ૧
મહિર કરીજે વંછિત દીજે, સેવક ચિત્ત ધરીજે રે; સુણ૦
સેવા જાણી શિવસુખ ખાણી, ભક્તિ સહિ નાણી દીજે રે.
સુણ૦ ૨
કામકુંભ ને સુરતરુથી પણ, પ્રભુ ભક્તિ મુજ પ્યારી રે; સુણ૦
જેઓએ ખિણ એક લગી સેવી, શિવસુખની દાતારી રે.
સુણ૦ ૩
ભગતિ સુવાસના વાસે વાસિત, જે હોયે ભવિ પ્રાણી રે; સુણ૦
જીવનમુક્ત ચિદાનંદ રૂપી, તે કહિયે શુદ્ધ નાણી રે.
સુણ૦ ૪
પ્રભુ તુમ ભક્તિ તણી અતિ મોટી, શક્તિ એ જગમાં વ્યાપે રે;
એક વાર પણ ભાવે સેવી, ચિદાનંદ પદ આપે રે.
સુણ૦ ૫
પૂરણ પૂરવ પુણ્ય પસાયે, જો તુમ્હ ભગતિ મેં પામી રે; સુણ૦
તો હું દુત્તર એ ભવ દરિયો, તરીઓ સહેજે સ્વામી રે.
સુણ૦ ૬
સ્તવન મંજરી ][ ૨૫૯