સાહિબ સેવક જાણી સાચો નેક સુનજરે જોજો રે; સુણ૦
સેવક કહે ભવભવ જિનજી, તુમ્હ ભગતિ મુજ હોજો રે.
સુણ૦ ૭
❐
શ્રી નેમિનાથ જિન – સ્તવન
(આદિત્ય અરિહંત – રાગ)
નેમિ જિનેસર દેવ નયણે દીઠા રે,
મૂરતિવંત મહંત લાગે મીઠા રે;
મધુરી જેહની વાણી જેવી શેલડી,
સાંભળતાં સુખ થાય કામિત વેલડી. ૧
જાગ્યાં માહરાં ભાગ્ય તુજ ચરણે આયો,
પાપ ગયાં પલાય ગંગાજળ ન્હાયો;
દૂધે વરસ્યા મેહ અશુભ દિવસ નાઠા,
દૂર ગયા દુઃખદંદ દુશ્મન થયા માઠા. ૨
હવે માહરો અવતાર સફળ થયો લેખે,
પણ મુજને એક વાર કૃપા નજરે દેખે,
સુરમણિથી જગદિશ તુમે તો અધિક મિલ્યા,
પાસા માહરે દાવ મુહ માગ્યા ઢળીયા. ૩
ભૂખ્યાને મહારાજ જિમ ભોજન મિલે,
તરસ્યાને ટાઢું નીર અંતર તાપ ટળે;
૨૬૦ ][ શ્રી જિનેન્દ્ર